ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.01/01/2027 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમ્યાન જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોની મુસદ્દા મતદારયાદીની નકલો ઉપસ્થિત તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વિધિવત રીતે સુપરત કરવામાં આવી હતી. આ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારયાદીમાં ના નોંધણી, સુધારા-વધારા અને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવાની કામગીરીમાં સહકાર આપવા તથા તમામ મતદાર મથકો પર રાજકીય પક્ષોને પોતાના પક્ષના બુથ લેવલ એજન્ટને નિમણૂક આપવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો