ચંડીસર જી.આઈ.ડી.સી., પ્લોટ નં.101, તા.પાલનપુર ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ થતું હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં ભાવેશકુમાર ચોખાવાલા દ્વારા કોઈપણ પ્રકારની કાયદેસર પરવાનગી વિના શંકાસ્પદ ઘી નો વ્યવસાય કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. વારંવાર જાણ કરવા છતાં પેઢીના જવાબદારો હાજર ન રહેતા, પેઢીને સીલ કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી તેમજ પામોલીન તેલ, લેબલ વગરના પ્રવાહી અને અન્ય એડલ્ટરન્ટ પદાર્થોનો સંગ્રહ મળી આવ્યો હતો. આ તપાસ દરમ્યાન શંકાસ્પદ ઘી તથા એડલ્ટરન્ટના કુલ 09 નમુનાઓ લેવામાં આવી લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા અને રૂ.ર4,09,967 કિંમતનો જથ્થો જપ્ત કરાયો હતો. આ તપાસ દરમ્યાન પેઢીમાંથી એક્સપાયરી ડેટનું ઘી તથા ઘુમર નામે ગાય અને ભેંસના ઘીનું ઉત્પાદન કરી જુદા જુદા રાજ્યોમાં વેચાણ થતું હોવાનું માલુમ પડયું છે.










