પાલનપુર ડિવિઝન પોલીસ દ્વારા વાર્ષિક ઈન્સ્પેકશન અનુસંધાને પોલીસ હેડ કવાર્ટર પાલનપુરના ઓડિટોરીયમ હોલ ખાતે તેરા તુઝકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન પોલીસ દ્વારા વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ મુદ્દામાલ અને ગુમ થયેલ મોબાઈલ ફોન્સ એમ લાખો રૂપિયાની રકમ વાજબી માલિકો અને ફરીયાદીઓને પરત અર્પણ કરવામાં આવ્યા હતા. પાલનપુર ડિવિઝનના વાર્ષિક ઈન્સ્પેક્શન નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા એક ખાસ તેરા તુઝકો અર્પણ કાર્યક્રમનું આયોજન પોલીસ હેડ કવાર્ટરના ઓડિટોરીયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન પાલનપુર ડીવીઝનના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલ કુલ 8 મોબાઈલ ફોન કિ.રૂા.1,30,710 તેમના માલિકોને પરત અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત છાપી હાઈવે પર ફરીયાદીની દુકાનમાંથી ચોરી કરેલ રૂા.2.77 લાખ એમ મળી કુલ રૂા.4,07,710 ની રકમ સફળતાપૂર્વક પરત મેળવી ફરીયાદીને પરત આપવામાં આવી હતી અને આ અંગે જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે પાલનપુર ડિવિઝન દ્વારા નાગરિકો માટે આ પ્રકારના કાર્યક્રમો નિયમિત રીતે કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2025 દરમ્યાન કુલ કિ.રૂા.1,59, 87, 859 તથા વર્ષ 2026 દરમ્યાન કુલ કિ.રૂા.2,33,31,165 ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, વાહનો, મોબાઈલ ફોન સહિતના વિવિધ પ્રકારના મુદ્દામાલની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેમના અરજદારો/ફરીયાદીઓને પરત અર્પણ કરવામાં આવેલ છે. પોલીસ અધિકારીએ આ કામગીરી કરનાર તમામ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને નાગરિકોને અપીલ કરી હતી કે જો કોઈની સાથે આવી ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. આ પ્રસંગે સ્થાનિક નાગરિકો અને ફરીયાદીઓએ પોલીસની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો