ભારત સરકાર યુવા પ્રવૃત્તિ અને ખેલ મંત્રાલય દ્વારા આયોજિત વેસ્ટ ઝોન એનએસએસ પ્રિ-રિપબ્લિક ડે કેમ્પ-2026 નું આયોજન તા.10 નવેમ્બર 2026 થી તા.19 નવેમ્બર 2026 દરમ્યાન અનુરાગ યુનિવર્સિટી હૈદરાબાદ, તેલંગાણા રાજ્યના યજમાનપદે આયોજન થયેલ છે. તેમાં એસ.એ.પટેલ કોમર્સ કોલેજ, પાલનપુરનો બી.કોમ. સેમ-3 માં અભ્યા કરતા વિદ્યાર્થી રાજપુરોહિત મહિપાલસિંહ કનૈયાલાલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા પસંદગી પામી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે જે સંસ્થા માટે ગૌરવની વાત છે. સંસ્થા પરીવાર વિદ્યાર્થીને ખુબ ખુબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવે છે. રાજપુરોહિત મહિપાલસિંહ કનૈયાલાલને કોલેજના આચાર્ય ર્ડા.મનીષાબેન કે. પટેલ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર ર્ડા.દિપ્તીબેન ભાખરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીને એન.પી.પટેલ આર્ટ્સ કોલેજ, પાલનપુરના પ્રોગ્રામ ઓફિસર ર્ડા.કાર્તિકભાઈ મકવાણા અને પ્રા. પ્રવિણાબેન ચૌધરી દ્વારા પણ માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો