પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂા. એક કરોડ જેટલી માતબર રકમ આપવામાં આવી હતી.અને શહેરને સ્વચ્છ બનાવવા માટે સરકારે પ્રેરણા આપી પરંતુ શહેરની સ્થિતિ જોતા કરોડ કાગળ પર વપરાયા હોય તેવી ચર્ચા લોકોમાં ટોક ઓફ ટાઉન બની છે.વળી જ્યાં ખરેખર સ્વચ્છતાની જરૂર છે.એવા ગઠામણ રોડ પર ચીફઓફીસરના રહેણાંક નજીક ન તીવ્ર ગંધ ઉઠી છે.અને રસ્તામાં સંડાસના પાણી ભરાઈ ગયા છે.અને ચીફ ઓફીસરના પેટનુ પાણીય હાલતુ ન હોય તેમ અહીં સ્વચ્છતા અંગે કાર્યવાહી ન કરતા લોકોમાં ભારે આક્રોશ ભભુકી રહ્યો છે. પાલનપુરથી ગઠામણ તરફના માર્ગમાં ગટરના ગંદા પાણી છેલ્લા છ મહીનાથી ઉભરાય છે.આ બાબતે આસપાસના ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક ફરીયાદો કરવા છતા આજ સુધી તેનો ઉકેલ આવ્યો નથી.અને ઉલ્ટાની મુશ્કેલીમાં વધારો થયો છે.ગેરકાયદે રીતે વરસાદી પાણીની લાઈનમાં ગટરના જોડાણ કરવામાં આવ્યા છે જે પાણી નજીકમાં આવેલા તળાવમાં ઠાલવવામાં આવી રહ્યુ છે.તેમજ આ રોડ આવેલ કેટલાક રહેણાંકના ગટરના પાણી વરસાદી લાઈનમાં જોડયા હતા.તે કોઈ કારણસર પાઈપ ફુટી જવાના કારણે ગટરના તીવ્ર વાસ મારતુ ગંદુ પાણી રસ્તા પર ઉભરાય છે.જેના કારણે અહીંથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે.વળી ગંદા પાણી ભરાઈ રહેતા ચાલતા જતાં લોકોને ગંદા પાણીમાં ચાલવુ પડે છે.અને વાહનો પસાર થાય ત્યારે ગંદા પાણીના છાંટા ઉડવાના કારણે ભારે હાલાકી થાય છે.વળી ગઠામણ પાટીયાથી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં ગુદા પાણીના કનેકશન આપવાના કારણે હાલાકી ઉભી થઈ છે.તેમજ રસ્તાની બાજુમાં જ આવેલ કેટલાક લોકોએ ગંદા પાણીની લાઈન વરસાદી પાણીની લાઈન સાથે જોડી હતી.તે તડી નાખવાના કારણે ગંદા પાણી રોડ પર ભરાય છે.આમ ન્યુસન્સ ફેલાવવા બાબતે નગરપાલીકા દ્વારા કોઈ પગલાં ન લવા પાછળ પાલિકાના જ અધિકારીની સંડોવણી હોવાનુ લોકોમાં ચર્ચાની એરણે ચડયુ છે.નવાઈની વાત એ છે આ બાબત ચીફઓફીસર ના રહેણાંક નજીકમાં જ હોવા છતા કાર્યવાહી ન કરતાં તેમાં ચીફઓફીસરની ભુમિકા પણ શંકાસ્પદ હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.
