રાજસ્થાન પોલીસે આબુરોડથી અંબાજી તરફ જઈ રહેલ કારને રાજસ્થાનની છાપરી ચોકી પર રોકી અને પુછપરછ કરતાં તેમની વર્તણુક શંકાસ્પદ જણાતા તેમની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેમની પાસેથી કારમાં સંતાડેલ 20 કિલો ચરસ મળી આવતા તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના આબુરોડથી અંબાજી તફર જવાના માર્ગમાં રાજસ્થાનની હદમાં આવેલ છાપરી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યા હતા.તે દરમ્યાન એક કાર નંબર યુપી.78 એચએમ 7034 ને રોકીને તપાસ કરવામાં આવતા અને કારમાં સવાર ત્રણ ઈસમોને સામાન્ય પુછપરછ કરતા તેમની વર્તણુક શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે કારની ઝીણવટભરી તલાશી લેતા કારમાં બનાવેલ ગુપ્ત ખાનુ મળી આવતા તેમાં જોતા તેમાં શંકાસ્પદ ણદાર્થ મળી આવતા કારમાં સવાર લોકોની પુછપરછ દરમ્યાન તે પદાર્થ ચરસ હોવાની કબુલાત કરી હતી.જેનુ વજન આશરે 20 કિલો 40 ગ્રામનો જથ્થો મળી આવતા કારમાં સવાર ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અને જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવામાં આવી રહયો હતો.તે અંગે પુછપરછ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો