સ્થાનિક નાગરિકો અને મુસાફરોના જણાવ્યા અનુસાર બસપોર્ટના બિલ્ડર દ્વારા બસપોર્ટના આગળના ભાગમાં બિનજરૂરી રીતે મોટા ઓટલા બનાવીને જગ્યા રોકી લેવામાં આવી છે. જો આ જગ્યા પર ઓટલા બનાવવાને બદલે યોગ્ય પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોત તો આજે મુખ્ય માર્ગ અને સર્વિસ રોડ પર વાહનોના ખડકલા થતા અટકાવી શકાયા હોત.હાલ સર્વિસ રોડ પર વાહનોના અવ્યવસ્થિત પાર્કિંગ અને દબાણો વધવાને કારણે અહીંથી વાહન પસાર કરવું અત્યંત મુશ્કેલ બન્યું છે. અવારનવાર સર્જાતા ટ્રાફીકજામને લીધે મુસાફરો, રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે તેમજ અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નગરપાલિકા, ટ્રાફિક પોલીસ અને એસ.ટી. તંત્ર દ્વારા તાત્કાલિક સંયુક્ત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. બસપોર્ટ આગળના દબાણો અને ગેરકાયદેસર પાર્કિંગ હટાવી, બિલ્ડર દ્વારા રોકાયેલી ઓટલાની જગ્યા ખુલ્લી કરાવી ત્યાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો જ ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો