બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે દશેરાના પર્વ નિમિત્તે બનાસકાંઠા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે પરિવાર સાથે શસ્ત્ર પૂજન કર્યું હતું. જિલ્લા પોલીસવડાએ પરિવાર સાથે આરતી ઉતારી અને વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે પોલીસના તમામ શસ્ત્રોનું પૂજન કર્યું હતું. તેમજ પોલીસના તમામ વાહનોનું પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
