દાંતીવાડા : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે 3 જૂન, 2026ના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કુલપતિ ડૉ. એસ.ડી. સોલંકીની પ્રેરણા અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડૉ. કે.પી. ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સાયકલ રેલીમાં 700થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સંશોધન નિયામક ડૉ. એચ.એસ. ભદોરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી.એસ. પટેલ સહિત તમામ અધિકારીઓ, ડીન, NSS અને NCCના ઓફ્સિરોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટી દ્વારા તમામ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરાયું છે. અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દરરોજ સાયકલનો ઉપયોગ કરે છે.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









