ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ બનાસકાંઠા જિલ્લામાં રવિવારે વિશ્વ આદિવાસી દિવસની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા, હડાદ અને અંબાજી પંથકમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વંશ પરંપરાગત વસ્ત્ર્રો તથા આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ સમા પહેરવેશ ધારણ કરી ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, બાળકો અને સમાજના આગેવાનો જોડાયા હતા.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી શોભાયાત્રામાં આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને લોકજીવનની જીવંત ઝાંખી જોવા મળી હતી. પરંપરાગત વસ્ત્ર્રોમાં સજ્જ મહિલાઓ અને પુરુષો તથા માથા પર પરંપરાગત આભૂષણો અને વસ્ત્ર્રો ધારણ કરેલા યુવાનો શોભાયાત્રાનું આકર્ષણ બન્યા હતા. ઢોલ, નગારાં અને પરંપરાગત વાજિંત્રોના તાલે યુવાનો અને યુવતીઓએ આદિવાસી લોકનૃત્ય રજૂ કરી વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને મહિલાઓએ પરંપરાગત વસ્ત્ર્રો અને આભૂષણો ધારણ કરી આદિવાસી સંસ્કૃતિની આગવી છાપ રજૂ કરી હતી. પુરુષો અને યુવાનો પણ પરંપરાગત વસ્ત્ર્રોમાં જોવા મળ્યા હતા. શોભાયાત્રા દરમિયાન આદિવાસી સમાજની સમૃદ્ધ લોકપરંપરાની રંગબેરંગી ઝલક જોવા મળતાં સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું. શોભાયાત્રામાં ઢોલ-નગારાના તાલે આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિવિધ પરંપરાગત નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ઢોલના તાલ સાથે યુવક-યુવતીઓના સમૂહનૃત્યથી શોભાયાત્રામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રસ્તાની બંને બાજુ લોકો ઊભા રહી શોભાયાત્રા નિહાળતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત અનેક સ્થળોએ શોભાયાત્રાનું ઉમંગભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

દાંતા-હડાદ અને અંબાજી પંથકમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં મહિલાઓ અને યુવતીઓની પણ નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. બાળકો પણ પરંપરાગત વસ્ત્ર્રોમાં સજ્જ થઈ કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર પંથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો અને ક્કઆદિવાસી એકતા જિંદાબાદક્રના નારા તથા ઢોલ-નગારાના તાલથી સમગ્ર પંથક ગુંજી ઉઠયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો