પાલનપુરની ITI કોલેજમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોટો હોબાળો મચી ગયો છે. આ ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોલેજના એક શિક્ષકે ક્લાસમાં નિયમિતપણે હાજર ન રહેતા ચાર વિદ્યાર્થીઓને કથિત રીતે પટ્ટાથી માર માર્યો હતો.
માર મારતો હોવાનો વિડીયો વાયરલ
શિક્ષક દ્વારા ચાર વિદ્યાર્થીઓને માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેના કારણે કોલેજ પ્રશાસન અને શિક્ષક સામે આક્રોશ ફેલાયો હતો.માર ખાનાર ચારેય વિદ્યાર્થીઓ ITI કોલેજના ATN ટ્રેડમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.










