06
પાલેજ : પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લીધો હતો. સાથે સાથે રક્તદાતાઓએ રક્તદાન થકી માનવસેવાની સરવાણી વહાવી હતી. રક્તદાન કેમ્પમાં 100 થી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરાયા હતા. આયોજીત સર્વરોગ, નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડો.કૃણાલ ભટ્ટ સહિત અન્ય તબીબો તેમજ તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી. આયોજીત નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરમાં 400 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
