ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત ખોટા દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચરવાના ગુનામાં સંડોવાયેલા બે ફરાર આરોપીઓને ભાવનગરના પેરોલ ફર્લો સ્ટાફે ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ ટાઉન પોલીસ મથકમાં આશરે બે વર્ષ પહેલાં નોંધાયેલા ગુનામાં નાસી છૂટ્યા હતા.
GSTના ખોટા દસ્તાવેજ બનાવનારા ઝડપાયા
ભાવનગર પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા ગુપ્ત માહિતીના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો GST કૌભાંડમાં ખોટા બિલો અને દસ્તાવેજો બનાવીને સરકારને કરોડોનું નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા.










