પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સાંઢાસાલ નજીક આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહેલા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ભરેલી તુફાન ગાડીને પૂરઝડપે આવતા એક ટેમ્પોએ પાછળથી ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 5 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.
પરીક્ષા પૂર્ણ કરી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
મળતી વિગતો અનુસાર, સાંઢાસાલ ખાતે આવેલી એમ.ડી. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા અંદાજે 12 જેટલા વિદ્યાર્થીઓ આજે પોતાની પરીક્ષા પૂર્ણ કરીને તુફાન ગાડીમાં સવાર થઈ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જંત્રાલ અને સાંઢાસાલ ગામ વચ્ચેના માર્ગ પર પાછળથી આવી રહેલા એક ટેમ્પો ચાલકે બેદરકારીપૂર્વક ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તુફાન ગાડીને જોરદાર ટક્કર વાગી હતી.










