તરખંડા : ઘોઘંબા તાલુકાના ફ્રોડ ગામે આવેલી કામનાથ હાઈસ્કૂલ ખાતે જાંબુઘોડાના સામાજિક સંગઠન શ્રી રાધા ઈચ્છા ફાઉન્ડેશન દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાજેતરની બોર્ડની પરીક્ષામાં પ્રથમ પાંચ ક્રમાંકે પાસ થયેલા કામનાથ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સતિષભાઈ ગાયકવાડ અને રાજનભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, શાળા મંડળના મંત્રી સામતભાઈ પરમાર તેમજ નિવૃત આચાર્ય નરવતભાઇ ચાવડાએ પણ હાજર રહીને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા અને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડયું હતું. આચાર્ય તેજશભાઈ શાહ અને શિક્ષકગણે ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: