હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ ધામ ખાતે પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુજીની પુણ્યતિથિ નિમિત્તે સોમવારે રાત્રે ભક્તિમય માહોલમાં સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે શ્રી અશ્વિનકુમાર પાઠકે પોતાના મધુર કંઠે સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું રસપાન કરાવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તો અને શ્રદ્ધાળુઓએ ભાવવિભોર બનીને પાઠનો લાભ લીધો હતો.આ પવિત્ર તાજપુરા ની ધરતી ઉપર 21મો સુંદરકાંડનો પાઠ પૂજ્ય શ્રી નારાયણ બાપુજીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. પાઠ ની સમાપ્તિ બાદ હનુમાનજી દાદાની આરતી શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપુર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર સહિત અન્ય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી.
