શહેરાઃ શહેરા તાલુકામાં વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવા અને પ્રજાના પાયાના પ્રશ્નોને વાચા આપવા માટે પાલિકાના ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઉનાળાની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા અને સરકારની નલ સે જલ યોજનાની ત્રુટિઓ અંગે ધારાસભ્યે પાણી પુરવઠા સહિતના અધિકારીઓ સામે લાલ આંખ કરી પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જઈ તાત્કાલિક નિકાલ લાવવા માટે કડક સૂચના આપી હતી.


આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠક, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઇ ચારણ. નગર ભાજપ પ્રમુખ તેજસ શાહ, પાલિકાના પ્રમુખ શીતલબેન પરમાર, ઉપપ્રમુખ હિંમત પગી, કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતાં. જેઠાભાઇ ભરવાડે ઇંધણની બચત કરવા અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: