કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં સોમવારે સાંજે એક મકાનમાં અચાનક લાગેલી ભીષણ આગમાં ત્રણ મકાનો ભસ્મીભૂત થઈ ગયા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં શ્રામજીવી વિનોદભાઈ મહાસુખભાઈ પટેલિયા, પ્રવિણભાઇ મહાસુખભાઈ પટેલિયા અને રમણભાઈ મહાસુખભાઈ પટેલિયાના કાચા મકાનો આવેલા છે. જે પૈકીના એક મકાનમાં સોમવારે સાંજે અગમ્યકારણોસર આગ લાગી હતી. જેમાં બાજુબાજુમાં આવેલા બીજા બે મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. પરિવાર અને આસપાસના લોકોએ પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુમાં ના આવતાં ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફઈટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સતર્ક કામગીરીને કારણે આગ લપેટો આસપાસના અન્ય મકાનો સુધી ફેલાતી અટકી ગઈ હતી. આગમાં ત્રણેય મકાનોમાં ત્રણેય પરિવારની ઘરવખરી સામાન, અનાજનો જથ્થો, ઘાસચારો, રોકડ અને દાગીના સહિતના અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

Morbi News: વીજપોલ વિવાદમાં મંત્રી કાંતિ અમૃતીયાએ માંગી માફી, વળતર મુદ્દે વિપક્ષ પર પ્રહાર!









