જાંબુઘોડા પંથકમાં વિતેલા 48 કલાકમાં 57 એમ.એમ વરસાદ વરસતા હાલોલ - બોડેલી નેશનલ હાઈવે ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું, જેની જાણ થતાં સ્થાનિક PSIએ સ્ટાફ સાથે નજીક નાથપુરી ગામે જઈ વાહનવ્યવહાર માટે અવરોધરૂપ વૃક્ષ દૂર કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ સોમવારે મધરાત્રે હાલોલ - બોડેલી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ વિજ્ઞાન કોલેજ સામે રોડ ઉપર વરસાદ અને ભારે પવનના કારણે વૃક્ષ તૂટી પડતા રસ્તો તાત્કાલિક બંધ થયો હતો. જ્યારે રાત્રિના સમયે હાલોલ DYSP વી.જે. રાઠોડ નાઈટ પેટ્રોલિંગમાં હોઈ જેઓને જાણ થતા કોઈ અકસ્માતના સર્જાય તે માટે તાત્કાલિક જાંબુઘોડા PSI પી.આર. ચુડાસમાને ટેલિફેનીક જાણ કરતા તેઓએ તુરંત સ્ટાફ્ સાથે નારૂકોટ ખાતે વરસતાં વરસાદમાં પહોંચી રોડ ઉપર પડેલા વૃક્ષની ડાળીઓ કાપી રોડ ખુલ્લો કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.
