હાલોલ -બોડેલી નેશનલ હાઇવે પર ખરેડી ગામ પાસે આજે સવારે આઇસર ટેમ્પો તેમજ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેક્ટર તુટીને ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું હતું, સદનસીબે ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

હાલોલ - બોડેલી નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે રાજસ્થાન પાસિંગના આઇસર ટેમ્પો અને બોડેલીથી હાલોલ તરફા જઈ રહેલા ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માત એટલો સ્પીડમાં હતો કે ટ્રેક્ટરના ફુરચે-ફુરચા ઊડી ગયા હતા, અને ટ્રેક્ટરની ટ્રોલી ગીયર બોક્સ સાથે લગભગ 20 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી.

જ્યારે ડ્રાઇવર સાઈડનું વ્હીલ છુટુ પડીને 10 ફૂટ દૂર જઈ પડયું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલકની અને તેની સાથેની વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે દોડી આવેલા નજીકના રહીશોએ 108 બોલાવી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો