જાંબુઘોડા : બોડેલી શહેરના અલીપુરા-ગોકુલ સ્ટેટ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાચક તરફ્ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અવર-જવર મુશ્કેલ બની છે, જ્યારે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય ઉભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોએ બોડેલી નગરપાલિકાને વહેલી તકે પાણીનો નિકાલ કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
