હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી મોસમમાં ડુંગર જાણે વાદળોની ફેજ સાથે સંતાકૂકડી રમતો હોય તેવો નઝારો જોવા મળે છે. જેને લઇ યાત્રાળુઓ માતાજીના દર્શનની સાથે કુદરતનો પ્રાકૃતિક નજારો માણવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આજે ગુરુપૂર્ણિમા પર્વને લઈ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડયા હતા. વહેલી સવારે 5 કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતુ. સાથે પાવાગઢ તળેટી ખાતે વિવિધ આશ્રામોમાં પણ ગુરુવંદના કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો