હાલોલ રોટરી ક્લબ દ્વારા શ્રી મહાજન આરોગ્ય મંડળ, પોલિકેબ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, હાલોલ તથા ઇન્દુ વોલન્ટરી બ્લડ સેન્ટર વડોદરાના સહયોગથી આજે ગુરુવારે હાલોલ કંજરી રોડ સ્થિત કલરવ સ્કૂલ ખાતે આજે રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં ક્લબના સભ્યો, શાળાના શિક્ષકો, વાલીઓ, તેમજ ઉપસ્થિત નગરજનો દ્વારા રક્તદાન કરી કુલ 132 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું.

હાલોલની કલરવ શાળાના સ્થાપક એવા સ્વ.પ્રકાશચંદ્ર જોષીપુરાની તૃતીય પુણ્યતિથિએ કલરવ પરિવારે શ્રાદ્ધાંજલિ અર્પણ કરી શાળામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ હાલોલ રોટરી ક્લબ, શ્રી મહાજન આરોગ્ય મંડળ, પોલિકેબ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ તથા ઇન્દુ વોલન્ટરી બ્લડ સેન્ટર વડોદરાના સહયોગથી યોજાયો હતો. શિક્ષકો, વાલીઓ, નગરજનો તેમજ રોટરી ક્લબના સભ્યોએ મળીને કુલ 132 બોટલનું રક્તદાન કર્યું હતું. આચાર્યએ તમામનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે શાળામાં નવજ્યોત પુરસ્કાર સમારોહ યોજાયો હતો, જેમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ તેમજ શ્રોષ્ઠ કામગીરી કરનાર વય વંદના જ્ઞાન જ્યોત માટે ઇન્દ્રવદનભાઈ શાસ્ત્રીજી, નારી શક્તિ માટે રેખાબેન મહેશભાઈ, રક્તદાન માટે વિશ્રાુતભાઈ પટેલ, માનવ સેવા માટે જાસ્મીનભાઈ કાછિયા, યોગ માટે ગજેન્દ્રસિંહ પેશરાણા, તબીબી ક્ષેત્ર માટે ડૉ. અદિતિબેન પાઠક, રમત ગમત માટે આલિયા ખાન, સંગીત (ગાયન -વાદન) માટે રામભાઈ ગઢવી અને પ્રકૃતિ પ્રેમી માટે ડૉ. સી. કે. ટીંબડીયા જેવા મહાનુભાવોને નવજ્યોત પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.