શહેરા તાલુકામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી સામે વનવિભાગે સપાટો બોલાવ્યો હતો.વન વિભાગના આર .એફ. ઓ રોહિત પટેલની સૂચનાથી વન વિભાગ ના સ્ટાફે અલગ-અલગ જગ્યાએથી પંચરાઉ લાકડા ભરેલ 3 વાહનો ઝડપી રૂા.13.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વૃક્ષોનું નિકંદન કરીને ગેરકાયદે થતી લાકડાની હેરાફેરી અટકાવવા માટે શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે,ત્યારે આ જ પ્રકારે શહેરા વનવિભાગે એક જ રાતમાં ત્રણ અલગ-અલગ સ્થળેથી ગેરકાયદે લાકડાનું વહન કરી લઇ જતાં વાહનોને ઝડપી પાડી રૂપિયા 13.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લાકડા ચોરો સામે સપાટો બોલાવ્યો હતો,જેની વાત કરીએ તો બોડીદ્રાખુર્દ નાકોડી ચોકડી પર ગુણેલી રાઉન્ડ સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રક નંબર જીજે 18 યુ 6471 પંચરાઉ લાકડાં ભરીને જતી હોવાનું માલુમ પડતા ટ્રક ચાલક પાસે લાકડા અંગે પાસ પરમીટ માંગતા ચાલકે કોઇ પાસ પરમીટ રજૂ ન કરતા રૂ.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,જ્યારે બીજી ટ્રક હોસેલાવ - કોઠંબા રોડ ઉપર શહેરા અને ગુણેલી રાઉન્ડ સ્ટાફ્ની નાકાબંધી દરમિયાન જાલમ બારીયાના મુવાડા પાસેથી પંચરાઉ લાકડા ભરીને પસાર થતી ટ્રકને રોકી લાકડા વહન કરવા કરવા બાબતે આધાર પુરાવા માંગતા તેની પાસેથી પણ કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા જેથી રૂ.4.40 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો,જ્યારે ડેમલી - આંબાજટી રોડ પર ખાંડીયા રાઉન્ડ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી ટ્રક નંબર જીજે 27 ટી 7385 માં લીલા તાજા પંચરાઉ ભરીને જતાં હોવાનું માલુમ પડતા તે લાકડાનો જથ્થો પાસ પરમીટ વગર વહન કરીને લઇ જવાતો હોવાનું જણાઇ આવતા વનવિભાગની ટીમે લાકડા સહિત અંદાજીત રૂ.4 લાખ 25 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો,આમ શહેરા વનવિભાગે ત્રણ અલગ અલગ જગ્યાએથી પાસ પરમીટ વગર ગેરકાયદે લાકડા ભરેલ ત્રણ જેટલી ટ્રકોને ઝડપી પાડી લાકડા ચોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વનવિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા લાકડા ચોરોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.










