શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂત સંવાદનું જીવંત પ્રસારણ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળવામાં આવ્યું હતું. આ ડિજિટલ લોન્ચિંગ સાથે જ પંચમહાલ જિલ્લાના 1,95,076 લાભાર્થી ખેડૂતોના ખાતામાં 23માં હપ્તા પેટે કુલ રૂ. 39 કરોડ જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.
શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી , તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ , તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ અને વાડી જિલ્લા પંચાયત સદસ્ય સુરેશ સિંહ સોલંકી તેમજ ધારાસભ્યના પીએ રણવીર સિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત સદસ્ય રાકેશભાઈ ચૌહાણ, મદદનીશ ખેતી નિયામક મનીષ ડાભી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી શાખા દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.










