શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શહેરા, ગોધરા, મોરવાહડફ્ તાલુકામાં યોજાયેલ પંચમ દિવસીય કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર જેવા કે ધાંધલપુર, મોરડુંગરા અને વાધજીપુર ખાતેના મંદિરોમાં પાટોત્સવરીતે ઉજવાયો. શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની પારાયણ, મહાપૂજા, અન્નકૂટ, આરતી વિગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા. ભારત એકતા દિવસે અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જયંતિએ પ્રેમાંજલી અર્પણ કરવામાં આવી હતી. પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષોના જતન કરવા માટે હિમાયત કરવામાં આવી હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, સાત્વિક સત્સંગ અને સંસ્કારથી માનવતાની મહેક મનુષ્યના જીવનને મહેંકતી કરે છે. જેમ કે રક્ષીશું જળ, જમીન અને જંગલ તો મનુષ્ય જીવન રહેશે સદા મંગલ. વહેમ, વ્યસન અને વેરઝેરથી દૂર રહી પરિવારમાં સાત્વિક કારણ સત્સંગથી સુવાસ સદૈવ પ્રસરતી રહે તે માટે હાકલ કરી હતી તેમ મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો