પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું હોઈ તે ખેડૂતોને મળવા પાત્ર સહાય ચૂકવવાની શરૂ કરી દેવાઈ છે. ખેડૂતોને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર હોવાથી ફોર્મ ભરવા ઘણા ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડધામ કરી રહ્યા હોવા સાથે 61 હજાર ઉપરાંત ખેડૂતોએ ઓનલાઇન ફોર્મ ભર્યા જેની સામે 42 હજાર જેટલા ખેડૂતોનો સર્વે કરાયો હોય ત્યારે અન્ય ખેડૂતોને સહાય મળશે કે નહીં તે પ્રશ્ન ખેડૂતોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.


પંચમહાલમાં કમોસમી વરસાદથી જિલ્લા 42 હજાર ની આસપાસ ખેડૂતોના 17850 હેક્ટરના પાકને નુકશાન થયું હતું. સહાય માટે અત્યાર સુધી 61 હજારથી વધુ ખેડૂતો ફોર્મ ભર્યા છે. પરંતુ ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ સર્વે થયેલ 42 હજાર ખેડૂતોને જ સહાયની રકમ મળવાની છે તે શરૂ થઈ ગઈ છે, જ્યારે બાકી રહેલ સર્વે વાળા ખેડૂતો સરકાર પાસે સહાય મળે તેવી આશા રાખીને બેઠા છે. જોકે જિલ્લામાં 33 ટકા વધુ નુકસાન થયું હોય તેવા 42 હજાર ખેડૂતોની 17850 હેકટર જમીનમાં નુકસાન થયાનું બહાર આવ્યું હતું. સરકાર હેકટર દીઠ રૂા.22 હજારની સહાય લેખે 17850 હેકટર મુજબ રૂા.39.27 કરોડની સહાય મળવાપાત્ર છે. જે માટેના ફોર્મ વીસી દ્વારા જમા કરવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 61 હજારથી વધુ ખેડુતોએ સહાયના ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરવાની તારીખ લંબાવી છતાં પંચમહાલમાં મોટાભાગના ખેડૂતોએ ફોર્મ જમા કરાવી દીધા છે. ગોધરા ધારાસભ્ય અને એપીએસમી દ્વારા રાજ્યના મંત્રીને રજુઆત કરીને બાકી રહેલ ખેડૂતોનો સર્વે કરવાની માંગ કરી હતી. તેથી સર્વે સિવાયના અન્ય ખેડુતોએ સહાયના ફોર્મ ભર્યા છે. જિલ્લામાં સર્વે થયેલ 42 હજાર ખેડૂતોને સહાયની રકમ બુધવારથી મળવાની ચાલુ થઇ ગઈ છે.

દસ્તાવેજ ના હોય તેવા ફોર્મ રિટર્ન થયા છે

જિલ્લામાં 61 હજાર ઉપરાંત ફોર્મ વીસીએ જમા કર્યા છે. તેમાંથી દસ્તાવેજ નાહોય તેવા ફોર્મ રીર્ટન થયા છે. સહાયની રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી હતી. જિલ્લામાં સર્વે થયેલ 42 હજાર ખેડૂતોને મળવા પાત્ર સહાય ચુકવવામાં આવશે,જ્યારે બાકીના ફોર્મ ભરેલ ખેડૂતોને સહાય મળશે કે નહિ તે પ્રશ્ન ખેડૂતોમાં ભારે ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો.

જિલ્લામાં 59762 ખેડૂતોએ ફોર્મ જમા કર્યા

જીલ્લામાં તાલુકાવાર ખેડૂતોએ જમા કરેલ સહાયના ફોર્મના આંકડા જોઇએ. તો ઘોઘંબા તાલુકા 10892, ગોધરા તાલુકા 15046, હાલોલ તાલુકા 3866, જાંબુઘોડા તાલુકા 1983, કાલોલતાલુકા 6320, મોરવા(હ) તાલુકા 8213 તથા શહેરા તાલુકા 15146 મળીને કુલ 61466 ખેડૂતોએ સહાયના ફોર્મ જમાકરાવ્યા છે.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: