07
ગાંધી જન્મ જયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતગર્ત પાવાગઢ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં અધિકારીઓ તથા કર્મચારીઓ, પાવાગઢના સફાઈ કામદારો અને એનજીઓ તથા ગ્રામજનો તેમજ પાવાગઢના વેપારીઓના સહયોગથી પાવાગઢ ખાતે માંચીથી મહાકાળી માતાજીના મંદિર સુધીના માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
પાવાગઢની ધાર્મિક પવિત્રતા, સ્વચ્છતા, કુદરતી સુંદરતા અને પર્યાવરણનું જતન થાય તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા આ વિશેષ પહેલ કરવામાં આવી છે.સ્વચ્છતા અભિયાન દરમિયાન માર્ગ પર તેમજ આસપાસના વિસ્તારોમાં પડેલો કચરો એકત્રિત કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરાયો હતો. આ ઉપરાંત સ્થળ પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ તથા સ્થાનિક લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, પ્લાસ્ટીકનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અને પાવાગઢની સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અંગે જાગૃત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હરેશભાઈ દુધાતે સ્વચ્છ પાવાગઢ - પવિત્ર પાવાગઢનો સંદેશ આપ્યો હતો. તેમણે પાવાગઢની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવામાં પોલીસ સાથે નાગરિકો, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વેપારીઓ તથા સ્થાનિક લોકોની પણ મહત્વપૂર્ણભૂમિકા હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો