જાંબુઘોડા : ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના છોટાઉદેપુર જિલ્લા યુનિટ દ્વારા વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ માટે ચિંતન શિબિર રવિવારે સવારે 11 વાગ્યે છોટાઉદેપુર સ્થિત જાગનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઇ હતી. જેમા બોડેલી સહિત જિલ્લા અને તાલુકાના વનકર્મીઓ જોડાયા હતા. ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના સૌજન્યથી યોજાયેલ ચિંતન શિબિરમાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ એકત્રિત થઈ કર્મચારીઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાઇ હતી. કર્મચારીઓના પ્રશ્નો, પડતર માંગો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા જેવા વિષયો પર ચિંતન કરાયું હતું. વનવિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના હિત અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠનાત્મક એકતા મજબૂત બને તેવા આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો