બોડેલી તાલુકાના અલ્હાદપુરા નજીક SMCની ટીમેબાતમીને આધારે કાર્યવાહી કરી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.SMC ની ટીમેએક TVS જ્યૂપિટર સહિત ત્રણ એક્સેસ મળી કુલ 4 ટુ-વ્હીલર્સની તપાસ કરતાં તેમાંથી રૂા.3.91 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં SMCની ટીમે પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. વિદેશી દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા ચાર વાહનો સહિત કુલ રૂા.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાવી જેતપુર, કવાંટ છોટાઉદેપુર સહિત બોડેલી તાલુકાના અંતરિયાળ રસ્તાઓ દારૂની હેરાફેરીના માર્ગ બન્યા હોવાની ચર્ચા છે. બોડેલી તાલુકાના અંતરિયાળ રસ્તાઓ પરથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. બર્ગમેન, એક્ટિવા અને એક્સેસ જેવી ટુ-વ્હીલર ગાડીઓ મારફ્તે દારૂની ખેપ પહોંચાડાતી હોવાની ચર્ચા પણ છે. એક સાથે અનેક વાહનોના કાફ્લા પાયલોટિંગ સાથે પસાર થતા હોવાની તેમજ વાહનચાલકો બેફામ ઝડપે ગાડીઓ હંકારી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ માર્ગો પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કડક તપાસ કરવા લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો