સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જાંબુઘોડા તાલુકાના હવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ સહભાગી થયા હતા. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ નાના બાળકોને પાણીની બોટલનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
