જાંબુઘોડા : પાટણા ગામે આકસ્મિક રીતે 4 જોડીયા મકાનોમાં આગ લાગી હતી. જેમાં 4 પરિવારે તમામ ઘરવખરી ગુમાવતા બોડેલી તાલુકા ભાજપ યુવા મોરચાની ટીમ તેમજ ક્ષત્રિય બારીયા યુવા સંગઠન ગુજરાતના પ્રમુખ ઉપપ્રમુખની ટીમ દ્વારા અસરગ્રસ્ત પરિવારોની બે દિવસ સંવેદના મુલાકાત લઈ રાશનકિટ તેમજ આર્થિક મદદ કરી હતી. જેમાં બોડલી તા.પં. પ્રમુખ હેમલત્તાબેન કોળીની ટીમે રાશનકિટ સહિત આર્થિક મદદ કરી હતી. ક્ષત્રિય બારીયા યુવા સંગઠન ગુજરાતના પ્રમુખ કિરણસિંહ અમરસિંહ બારીયા (રહે.વડોદરા) ઉપપ્રમુખ ધવલસિંહ તખતસિંહ બારીયા (રહે.વડોદરા) તેમની ટીમ દ્વારા સહાય કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો