શહેરા : શહેરા નગરની શિવમ સોસાયટી ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ જ્ઞાનગંગા ભવન ખાતે દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ પ્રસંગે રક્તદાન શિબિર તથા વ્યસનમુક્તિ જાગૃતિ કેમ્પ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, સ્થાનિક ભાજપ અગ્રણી રમેશભાઈ ખાંટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નિષ્ણાત તબીબ ડૉ. ફેનિલ, તેમજ બ્રહ્માકુમારી રતન દીદી, જયા દીદી અને હિના દીદી ઉપસ્થિત રહ્યા હતા. 40થી પણ વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. સાથે સમાજમાંથી દૂષણો દૂર કરવાના આશયથી વ્યસનમુક્તિ કેમ્પનું પણ યોજાયો હતો. કેન્દ્રના રતન દીદી અને જયા દીદીએ ઉપસ્થિતોને વ્યસનથી શરીર, પરિવાર અને સમાજ પર પડતી ગંભીર અસરો અંગે ઝીણવટભરી માહિતી આપી હતી. અંતમાં કેન્દ્રના દીદીઓ દ્વારાતમામ રક્તદાતાઓ, ઉપસ્થિત મહેમાનો અને મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કરી તેમને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
