શહેરા : પંચમહાલ જિલ્લા સહકાર ભારતી દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર દિન નિમિત્તે સર્ગભા બહેનોને રેડ ક્રોસ ભવન ગોધરા ખાતેથી સીધું જ બ્લડ મળી રહે જેવા શુભઆશયથી સહકાર ભારતી શહેરા તેમજ તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ 70 બોટલ યુનિટ બ્લડ એકત્રીકરણ થયું હતું. જેમાં ડો.ભરતભાઈ ગઢવી તેમજ આરોગ્ય કર્મચારીઓ, નીતિન સોની, અરવિંદસિંહ સિસોદિયા, અલ્પેશ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.
