. કોઝ વે પર ગાબડા પડી ઝાડી ઝાંખરા ઊગી નીકળતા અવરજવર બંધ થઈ છે, સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં કોઝવે ને રેલિંગ કે આડશ અથવા સૂચક બોર્ડ પણ નહીં હોવાથીઅજાણ્યા વાહન ચાલકો કોતરમાં ખાબકવાની ઘટનાઓ બની રહી છે.
કણજિયા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ઉપરાંત આજુબાજુના દશથી વધુ ગામને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પરના કોતર પર કોઝ વે બનાવાયો છે, જેના છેલ્લા એક વર્ષથી સ્લેબના કેટલાક સળિયા બહાર આવી ગયા છે અને ગાબડા પડી ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા કોઝ વેના યોગ્ય સમારકામ અને બંને સાઈડમાં રેલીગ કે આડશ મુકવા રજુઆત કરાઈ છે, પરંતુ આજદિન સુધી કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ કોતર નજીકના પાણીમાં ખાનગી ફાયનાન્સ કંપનીનો કર્મચારી બાઇક લઈ ખાબક્યો હતો, જેને સ્થાનિકોએ બહાર કાઢયો હતો. જે બાદ હવે સરપંચ જે.આર પટેલ અને સ્થાનિકોએ વહેલી તકે કોઝવેનું સમારકામ કરી બંને સાઈડ રેલિંગ અથવા આડશ મુકવા માંગ કરી છે.
