હાલોલ ખાતે પાવાગઢ રોડ સ્થિત સિંધવાવ તળાવના કિનારે દાન એકાદશીના દિવ્ય મનોરથ દરમિયાન હાલોલ વ્રજભૂમિમાં ફેરવાઈ ગયું હતું.

પ્રારંભમાં દાનલીલાના ધોળ પદની મંગળ વધાઈ કીર્તનકારોએ સંગીતના સથવારે આકર્ષણ જમાવી પ્રભુ શ્રીકૃષ્ણની વ્રજની લીલાઓને યાદ કરતો દ્રશ્ય જોવા મળ્યા હતા. પૂ. મહારાજને હાથો હાથ દાન અંગીકાર કરવા માટે મહિલાઓ, નગરજનો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, વૈષ્ણવોની કતારો જામી હતી.

પૂ.મહારાજે પણ વચનામૃત વિશે દાનલીલાનું વિશેષ મહત્વનું અમૃત જ્ઞાન પીરસ્યું હતું. પૂ.મહારાજને માલ્યાર્પણ દ્વારા જય ધોષ સાથે સ્વાગત કરાયું હતું. પૂ. મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ છગન મગન લાલજી મંદિર તેમજ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે પણ મહારાજે પધારી શ્રી ઠાકોરજીની આરતી ઉતારી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો