જાંબુઘોડા : સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ઘર યાદી અને મકાનોની ગણતરી અંતર્ગત શિક્ષકો દ્વારા જાંબુઘોડા તાલુકામાં વસ્તી ગણતરીની કામગીરી પંચમહાલ જિલ્લામાં સૌ પ્રથમ પૂર્ણ કરવામાં આવી, જે બદલ જાંબુઘોડા તાલુકા મામલતદાર કલ્પિત કુમાર સેવક દ્વારા તાલુકામાં વસ્તી ગણતરીની સારી કામગીરી કરનાર ગણતરીદારો અને સુપરવાઇઝરોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં તમામ ગણતરીદાર અને સુપરવાઈઝરોનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આ જ રીતનો સાથ સહકાર આપવા જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો