શહેરા-લુણાવાડા હાઇવે પર વાંટાવછોડા પાસે આઇસર ટેમ્પો અને સુરતથી સંતરામપુર તરફ્ જઈ રહેલી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે, આઇસર ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો અને રાહદારીઓ ભેગા થઈ ગયા હતાં. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. જોકે, અકસ્માતના આંચકાને કારણે બસમાં સવાર અમુક મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે સદનસીબે બસમાં બેઠેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં આઇસર ટેમ્પોના ચાલકને નાની-મોટી ઇજા થઈ હતી, જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે અકસ્માતને કારણે હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, અંદાજે એક કિ.મી. સુધી વાહનોની લાંબી કતાર જામતાં ભારે ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફ્લો તુરત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પરિસ્થિતિ સંભાળીને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની તજવીજ હાથ ધરી, ટ્રાફિકને હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરી હતી.
