કાલોલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાના ફોઝ ટુની કામગીરી ચાલુ રહેતા ઘણા વિસ્તારો અને સોસાયટીના રસ્તાઓ પર ખોદકામ ચાલી રહ્યું છે. જેને કારણે સોસાયટીના રહીશો અને વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ્ ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠાની લાઇન માટે કરેલા ખોદકામને કારણે રસ્તાઓનું સમારકામ બરાબર નહીં કરાતાં રસ્તાઓ પર ખાડા ખાબોચિયા ઉપસી આવ્યા છે. જેમાં પાછલા બે દિવસમાં ભાગ્યોદય સોસાયટી વિસ્તારમાં બે વાહનો ફ્સાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે આઈટીઆઈ પાછળની મંગલમૂર્તિ સોસાયટીના રસ્તા વચ્ચે પાલિકાની કચરા કલેક્શનની ગાડી ફ્સાઈ જવા પામી હતી.
જ્યારે રવિવારે સવારે શહેરના મધ્ય ભાગમાં આવેલા ભાથીજી મંદિરથી પોસ્ટ ઓફ્સિ તરફ્ જવાના રસ્તા પરની ગટર ઉભરાઈ જવાથી ગટરનું ગંદું પાણી મુખ્ય રસ્તા ઉપર રેલાઈ રહ્યું છે જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવવી પડે છે. તદ્ઉપરાંત ગંદા પાણીથી ફોલાયેલી ગંદકીને કારણે દુકાનદારો પણ ગંદા પાણીની દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે. જેને કારણે પાલિકાની બેદરકારી સમાન અંધેર વહીવટ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.










