ભારતીય બંધારણ દિવસ નિમિત્તે કાલોલ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી ઉપસ્થિત સૌએ બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી, મંચના પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ રાજેશભાઈ પરમાર, યુવા જિલ્લા અધ્યક્ષ નિલેશભાઈ પરમાર, કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ પાલિકા પ્રમુખ હસમુખ મકવાણા, એડવોકેટ અને નોટરી પ્રમોદ નાગર, ડૉ. સુનિલ પરમાર સહિત મંચના કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો