કાલોલની એમ.એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આજે તા.26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી. જેનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.કિશોર વ્યાસની પ્રેરણાથી એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફ્સિર ડૉ. હરેશભાઈ સુથાર, ડૉ.અર્જુનસિંહ ગઢવીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને કરાઈ હતી. આ પ્રસંગે અર્થશાસ્ત્રના પ્રો. દિલીપભાઈ ચૌધરીએ ભારતીય સંવિધાનનો ઇતિહાસ તેની રચના,બંધારણ સભા, બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો તથા નાગરિકોના લોકશાહી મૂલ્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દરેક નાગરિકે બંધારણનું સન્માન કરી પોતાના અધિકારોની સાથે પોતાની ફરજનું પણ નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ એ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો