શહેરા તાલુકાના બામરોલી નવી વસાહતમાં બરજોડ ફ્ળિયામાં ખેડૂત વેચાતભાઈ ડામોરના ખેતરમાં ચોમાસાની શરૂઆતમાં જ વીજ વાયરો સાથેનો આખો વીજ થાંભલો તૂટી પડેલ હતો. સ્થાનિક રહીશ લાડુભાઈના જણાવ્યા મુજબ, આ નવી વીજ લાઈન માત્ર પાંચ મહિના પહેલાં જ નાખવામાં આવી હતી. ઘટનાને એક મહિના ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતાં અને ખુલ્લા વાયરો ખેતરમાં વેરવિખેર પડયા હોવા છતાં એમ.જી.વી.સી. એલ દ્વારા સમારકામ હાથ ધરાયું નથી,
શહેરા તાલુકાના બામરોલી નવી વસાહતમાં આવેલા બરજોડ ફ્ળિયામાં ખેડૂત વેચાતભાઈ ડામોરના ખેતરમાં ચોમાસાની શરૂઆતમાં પડેલા ભારે વરસાદના કારણે વીજ વાયર સાથેનો આખો વીજ થાંભલો તૂટી પડયો હતો. સદનસીબે જે સમયે આ થાંભલો ધરાશાયી થયો તે સમયે વીજ લાઈનમાં વીજ પુરવઠો બંધ સ્થિતિમાં હતો, જેના કારણે તે સમયે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના ઘટી ન હતી.આ તૂટેલા થાંભલા પરના વીજ વાયરો એક મહિના ઉપરાંતથી ખેતરમાં જ વેરવિખેર હાલતમાં પડયા હોવા છતાં, મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા આ અંગે કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.સ્થાનિક રહીશ અને ખેડૂત લાડુભાઈના જણાવ્યા અનુસાર એમ.જી.વી.સી.એલ.દ્વારા આ વિસ્તારમાં નવી વીજ લાઈન નાખવાની કામગીરી માંડ છ મહિના પહેલાં જ પૂર્ણ કરવામાં આવી હતી. નવીન લાઈન નાખ્યાના ગણતરીના મહિનાઓમાં જ સામાન્ય વરસાદ અને વાવાઝોડામાં થાંભલો તૂટી જતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામની ગુણવત્તા સામે અનેકસવાલો અહીં ઊભા થતા જોવા મળી રહ્યા હતા.આ ઘટનાને મહિનો ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા આ થાંભલાને ઊભો કરવાની કે વાયરોનું સમારકામ કરવાની કોઈ જ તસ્દી લેવામાં આવી નથી. આ મામલે વીજ કંપની દ્વારા કોઈજ ગંભીરતા ન લેવાતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
