મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મલેકપુર સહિત દશામાના દસ દિવસના વ્રતની તૈયારીઓમાં ભક્તો લાગી ગયા છે. ગણતરીના દિવસો બાકી રહેતાં મલેકપુરના બજારમાં દશામાની મૂર્તિના સ્ટોલ લાગી ગયા છે. વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે.
વેપારીઓએ તૈયારીઓ કરી દીધી છે. બજારમાં વિવિધ સાઈઝ અને અલગ-અલગ ડિઝાઇનની દશામાની મૂર્તીઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. મૂર્તીઓ ઉપરાંત પૂજાપો, ડેકોરેશનની સામગ્રી, વિવિધ પ્રકારની માળાઓ, પ્રસાદ સહિત જરૂરી વિવિધ સામગ્રીના પણ સ્ટોલ લાગી ગયા છે. દશામા પર્વને લઈને બજારમાં ખરીદી માટે ભક્તો આવવાના શરૂ થઈ ગયા છે. આગામી દિવસોમાં મલેકપુરના બજારોમાં વધુ ચહલપહલ જોવા મળે તેવી શક્યતા છે.
