બોડેલી તાલુકા ના લઢોદ, ધારોલી સહિતના ગામોને માંકણી ગામ ને જોડતો અંદાજે ચાર કિલોમીટરનો રસ્તો હાલમાં અત્યંત જર્જરીત હાલતમાં છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તો અગાઉ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હતો અને ત્યાંથી બસની પણ અવરજવર હતી, પરંતુ લાંબા સમયથી કોઈ જાળવણી ન થવાને કારણે રસ્તો બિસ્માર બની ગયો છે.આ રસ્તાની હાલત હાલ એવી છે કે બાઈક, 108 એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે . લઢોદ ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના હોવાથી ગ્રામજનોએ સારવાર માટે માંકણી સરકારી દવાખાને જવું પડે છે, જેના માટે 8 થી 10 કિલોમીટરનો ફેરો ફરી માંકણી જવું પડે છે.


ગર્ભવતી મહિલા માટે 108 બોલાવી એ ત્યારે પણ ગર્ભવતી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહિલાઓનું કહેવું છે કે પ્રસૂતિ માટે માંકણી દવાખાને લઈ જતી વખતે રસ્તામાં જ ડિલિવરી થવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, જે એક ગંભીર બાબત છે. રસ્તાની સમસ્યાને લઈને ગ્રામજનોએ અગાઉ પંચાયત, સેવા સદન સહિત અનેક સ્થળે રજૂઆત કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પરિસ્થિતિને લઈને લઢોદ ગામના ગ્રામજનો આ લઢોદ માકણી માર્ગ ઉપર ભેગા થયા હતા અને માંકણી થી લઢોદ સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો તાત્કાલિક બનાવવા માટે સૂત્રોચાર કર્યા હતા.ગ્રામજનોની માંગ છે કે જો આ ચાર કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવે તો માકણી સરકારી દવાખાને પહોંચવું સરળ બને અને દર્દીઓ તેમજ મહિલાઓને થતી મુશ્કેલીઓથી રાહત મળે. વહીવટી તંત્ર આ અંગે તાત્કાલિક પગલા ભરે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: