છોટાઉદેપુર જિલ્લા તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન કામગીરી બજાવનાર પ્રાથમિક શિક્ષકોનું બાકી મહેનતાણું ચૂકવવા છોટાઉદેપુર જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા નિવાસી અ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.
તાલુકા તથા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોને વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી સોંપાઇ હતી. જે પૂર્ણ થયા બાદ અનેક કર્મચારીઓને સમયસર મહેનતાણું ચૂકવાયું ન હતું. અગાઉ રજૂઆત કર્યા બાદ કેટલાક કર્મચારીઓને ચુકવણી કરાઇ છે. પરંતુ હજુ પણ વિવિધ તાલુકામાં મોટી સંખ્યામાં શિક્ષકોનું મહેનતાણું બાકી હોવાનું સંઘે જણાવ્યું છે.
