એક સમયે છોટાઉદેપુર, પંચમહાલ અને આસપાસના આદિવાસી વિસ્તારોની જીવાદોરી સમાન ગણાતી ચાંપાનેર-શિવરાજપુર-પાણીમાઈન્સ રેલવે લાઈન ફરી શરૂ કરવાની પ્રબળ લોકમાંગ ઊઠી છે. સ્ટેટ સમયથી કાર્યરત અને ઓગસ્ટ 1990માં આવેલ વિનાશક પૂરને કારણે બંધ થયેલી આ રેલવે લાઈન આજે 36 વર્ષ બાદ પણ પુનઃ શરૂ થવાની રાહ જોઈ રહી છે. એક સમયે આ રેલવે લાઈનના કારણે શિવરાજપુર સહિત સમગ્ર પંથકમાં વેપાર-ધંધા, મુસાફરી અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળતો હતો. રેલવેની છૂકછૂક ગાડીની સિટી સાથે ધમધમતા સ્ટેશનો અને બજારો આજે પણ જૂની પેઢીના લોકોની યાદોમાં જીવંત છે. પ્રાપ્ત વિગતો મુજબ, ઓગસ્ટ 1990માં ભારે પૂર આવતા રેલવે બ્રિજ અને પાટાને વ્યાપક નુકસાન થયું હતું. જેના કારણે આ રેલવે સેવા બંધ કરી દેવાઇ હતી. ત્યારથી આજદિન સુધી આ ઐતિહાસિક રેલવે લાઈન ફરી શરૂ થઈ નથી. વર્ષો વીતવા છતાં રેલવે વ્યવસ્થાનો લાભ ગુમાવનાર આ વિસ્તારના લોકો હવે વિકાસ અને રોજગારીના હેતુથી આ લાઈનને પુનઃ જીવંત કરવાની માગ કરી રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો