કાલોલ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત મતવિસ્તારમાં હાલ સેવા સેતુ સમાન જન કલ્યાણ શિબિરનું આયોજન ચાલી રહ્યું છે. જે અંતર્ગત સોમવારે બાકરોલ જિલ્લા પંચાયત બેઠકના પલાસા ગામે યોજાઇ હતી. જ્યારે મંગળવારે એરાલ જિલ્લા પંચાયત મત વિસ્તારના અલવા ગામની પ્રાથમિક શાળામાં જન કલ્યાણ શિબિર યોજાઈ હતી.


મંગળવારે અલવા ગામમાં યોજાયેલી જન કલ્યાણ શિબિર દરમ્યાન ગામમાં માતાપિતા વિહોણી અને 70 વર્ષિય વૃદ્ધ માજીને સહારે બે નિરાધાર જુડવા બહેનો રીટા અને રીયા રતિભાઈ બારીયા, જે બન્ને ગામની પ્રાથમિક શાળામાં 1થી 8 સુધીનો અભ્યાસ કરીને ચાલું વર્ષે માધ્યમિક શિક્ષણ માટે બન્નેને સરકારી સહાયની તાતી જરૂર હતી, જે જાતિના દાખલા વિના મળે તેમ નહોતી. માતા પિતા વિહોણી બન્ને બહેનોને પેઢીનામાને અભાવે જાતિનો દાખલો મળતો નહોતો. જેના કારણે બન્નેના અભ્યાસનું ભાવિ ધુંધળું બન્યું હતું. જે કિસ્સા અંગે સ્થાનિક લોકોએ જન કલ્યાણ શિબિરમાં તંત્રનું ધ્યાન દોરતા શિબિરમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી આર.પી પ્રજાપતિએ બન્ને દિકરીઓને શાળામાં બોલાવીને તેમના જાતિના દાખલા માટે જરૂરી તાંત્રિક વિધિ હાથ ધરી બન્ને દિકરીઓને સ્થળ પર જ બક્ષીપંચનો દાખલો કાઢી આપીને જન કલ્યાણનો દાખલો બેસાડયો હતો. હવે બન્ને દિકરીઓને માધ્યમિક શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણ સુધી શિષ્યવૃત્તિ અને મેરીટ ક્વોટાનો લાભ મળશે. આ શિબિરમાં વહીવટી તંત્ર, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તથા અલવા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા ગામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: