નીલકંઠ કોલેજ, કાલોલ ખાતે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના અને માય ભારતના ઉપક્રમે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ માત્ર કાયદાકીય દસ્તાવેજ નથી, પરંતુ લોકશાહીના મૂલ્યો, નાગરિકોના અધિકારો અને કર્તવ્યોનો મજબૂત પાયો છે. યુવા પેઢી બંધારણના આદર્શોને સમજે, તેનું સન્માન કરે તેમજ સમાનતા, ન્યાય અને બંધુતાના મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત્ કરે તે જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન તેમણે નશામુક્ત સમાજના નિર્માણમાં યુવાનોની ભૂમિકા, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં યુવા શક્તિના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો