શહેરા : શહેરા સહિત સમગ્ર જિલ્લામાં બુધવારથી દશામા વ્રતનો પ્રારંભ થનાર છે.જેને લઈને મંગળવારના રોજ મુખ્ય બજારોમાં 1 ફૂટથી લઈને 10 ફૂટ સુધીની આકર્ષક અને સુંદર શણગારેલી દશામાની મૂર્તિઓ વેચાણ અર્થે મૂકવામાં આવી હતી. આ વ્રત કરનાર ભક્તો માતાજીની પ્રતિમા સાથે પૂજાપો, શ્રીફ્ળ, ચુંદડી સહિતની જરૂરી સામગ્રીની ઉત્સાહભેર ખરીદી કરતા નજરે પડયા હતા. આ વર્ષે કાચા માલ, માટી, રંગો અને વાહનવ્યવહારના ભાડામાં થયેલા વધારાના કારણે માતાજીની મૂર્તિઓના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 5 ટકાથી 15 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જોકે, ભક્તોની અટલ શ્રાદ્ધા અને આસ્થા આગળ મોંઘવારી પણ ફ્ક્કિી પડી ગઈ હોય તેમ લોકોએ ઉત્સાહભેર માતાજીની મૂર્તિઓની ખરીદી કરી હતી.આજથી શરૂ થતાં દશામાના વ્રતને લઈને આગામી 10 દિવસ સુધી સમગ્ર જિલ્લામાં ભક્તો માતાજીની આરાધનામાં લીન થઈ જશે જેને લઈને વાતાવરણ ભક્તિમય બની જશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો