જાંબુઘોડા સ્થિત મહાત્મા ગાંધી ભવન ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિર યોજાઈ હતી.


રાજ્યની પ્રજા સુધી સરકારની જન કલ્યાણ યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓના મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત 2047ને સિદ્ધ કરવા તા.12 થી 20 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર યોજાઈ રહી છે. આ યોજનામાં આયુષ્યમાન ભારત, વય વંદના, પીએમ, સૂર્ય ઘર યોજના ,સ્વનિધિ યોજના ની માહિતી તથા નોંધણી કરાઈ હતી. શિબીર સ્થળે દરેક વિભાગના સ્ટોલો ઉભા કરાયા હતા. જેથી લાભાર્થીને વિવિધ યોજનાની માહિતી મેળવવામાં સરળતા રહે તેમજ જન કલ્યાણ શિબિરમાં શાળાના બાળકો યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ને પણ તમામ યોજનાની માહિતી સાથે આરોગ્યને લગતી માહિતી અપાઈ હતી. નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગોને તેમજ અન્ય લાભાર્થીઓને ચેકનું વિતરણ મહાનુભાવના હસ્તે કરાયું હતું. ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, પ્રાંત અધિકારી, મામલતદાર કલ્પિત કુમાર સેવક,TDO, તાલુકા પંચાયત પ્રમુખ રેશ્મા બેન, જાંબુઘોડા ભાજપ પ્રમુખ રણજીતભાઈ, ભાજપ મહામંત્રી વિક્રમભાઈ, સરપંચ જીતકુમાર દેસાઈ, સરપંચો, ભાજપના હોદ્દેદારો સરકારી કર્મચારીઓ, તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. બાદમાં મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: